Narottam Mishra Face Mask Controversy | Madhya Pradesh Home Minister Narottam Mishra Accept Mistake Says I Will Wear COVID Mask | નરોત્તમ મિશ્રાએ પહેલાં કહ્યું હતું કે હું માસ્ક નથી પહેરતો; હવે કહ્યું- ભૂલ થઈ ગઈ, માફી માગું છું, હવે માસ્ક પહેરીશ, તમને પણ અપીલ છે કે માસ્ક જરૂર પહેરજો


  • Gujarati News
  • National
  • Narottam Mishra Face Mask Controversy | Madhya Pradesh Home Minister Narottam Mishra Accept Mistake Says I Will Wear COVID Mask

ભોપાલએક દિવસ પહેલા

  • ઈન્દોરમાં જ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે હું ક્યારેય માસ્ક નથી પહેરતો
  • હોબાળો વધતાં મંત્રીએ ચોખવટ કરી હતી કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ માસ્ક ન પહેરવાના નિવેદન માટે માફી માગી છે. તેમણે ગુરુવારે સવારે એક વિડિયો શેર કરીને કહ્યું હતું કે મારાથી ભૂલ થઈ ગઈ, હું માફી માગું છું. હવે માસ્ક પહેરીશ. લોકોને પણ અપીલ કરું છું કે માસ્ક પહેરજો.

એક દિવસ પહેલાં કહ્યું હતું કે હું માસ્ક નથી પહેરતો
નરોત્તમ બુધવારે ઈન્દોરમાં હતા. અહીં તેઓ ચાર કલાક સુધી અલગ અલગ સરકારી કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાં ખાસ્સી ભીડ હતી, પણ મંત્રીએ માસ્ક નહોતું પહેર્યું. મીડિયાએ સવાલ કર્યો તો તેમણે કહ્યું, હું ક્યારેય માસ્ક નથી પહેરતો. ત્યાર પછી મંત્રી મિશ્રા કોંગ્રેસ સહિત લોકોના નિશાના પર આવી ગયા હતા.

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા ઈન્દોરમાં યોજાયેલા એક સરકારી કાર્યક્રમમાં માસ્ક પહેર્યા વગર સામેલ થયા હતા.

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા ઈન્દોરમાં યોજાયેલા એક સરકારી કાર્યક્રમમાં માસ્ક પહેર્યા વગર સામેલ થયા હતા.

કોંગ્રેસે કહ્યું હતું કે મંત્રીને માસ્ક પહેરાવો અને 11,000નું ઈનામ મેળવો
કોંગ્રેસ નરોત્તમના માસ્ક ન લગાવવાનો વિરોધ કરી રહી હતી. કોંગ્રેસે મંત્રીને માસ્ક પહેરાવનારને 11 હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. આ અંગે ગૃહમંત્રીએ કહ્યું હતું કે આ રકમ મને માસ્ક પહેરાવવા પર ખર્ચ કર્યા વગર લોકોની મદદ કરવામાં કરો. જોકે તેમને મુખ્યમંત્રીઓના કહેવા પર માસ્ક પહેરવાનું શરૂ કરી દીધું હતું.

ગૃહમંત્રીએ માફી માગવા અંગે કોંગ્રેસે કહ્યું હતું કે મોડે મોડે પણ સમજણ પડી. પાર્ટીના મીડિયા કો-ઓર્ડિનેટર નરેન્દ્ર સલુજાએ કહ્યું હતું કે ગૃહમંત્રી માસ્ક નથી પહેરતા અને રાજ્યની જનતા પાસેથી માસ્ક ન પહેરવા માટે દંડ વસૂલવામાં આવે છે. આ કેવો કાયદો છે? ઈન્દોરમાં નગર નિગમ માસ્ક ન પહેરતા લોકોને 200 રૂપિયાનો દંડ ફટકારે છે. અહીં 22 સપ્ટેમ્બરે જ નિગમ ટીમે 339 લોકો પાસેથી 65 હજાર 400 રૂપિયા વસૂલ્યા હતા.

ઈન્દોરમાં નરોત્તમ ચાર કલાક સુધી કાર્યક્રમમાં રહ્યા, પણ તેમણે એક વખત પણ ચહેરો ન ઢાંક્યો

ઈન્દોરમાં નરોત્તમ ચાર કલાક સુધી કાર્યક્રમમાં રહ્યા, પણ તેમણે એક વખત પણ ચહેરો ન ઢાંક્યો

આ પહેલાં પણ માસ્કને કારણે તેઓ સમાચારમાં રહ્યા હતા
થોડાક દિવસ પહેલાં ગૃહમંત્રીનો એક વિડિયો વાઈરલ થયો હતો, જેમાં તેઓ પોતાના જ ચહેરાના પ્રિન્ટવાળું માસ્ક પહેરીને જોવા મળ્યા હતા. જોકે આ માસ્કમાં તેઓ ફરી જોવા મળ્યા ન હતા.





Source link

Related Articles

Shivaji Kardile: Shivaji Kardile: ‘ठाकरे सरकारमधील ‘हा’ मंत्री दोन नंबरवाल्यांचे डबे खातो’ – shivaji kardile made severe allegations in opposition to hasan mushrif

नगर: ‘नगर जिल्ह्याचे पालकमंत्री हे नगर जिल्ह्यामध्ये महिन्यातून एक किंवा दोन वेळा येतात, व दोन नंबरचे धंदे करणाऱ्यांचे डबे खाण्याचे काम करतात,’ असा...

College Reopen | नववी ते बारावीपर्यंतचे वर्ग सुरु, विद्यार्थ्यांचा समिश्र प्रतिसाद

School Reopen | नववी ते बारावीपर्यंतचे वर्ग सुरु, विद्यार्थ्यांचा समिश्र प्रतिसाद Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,446FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Shivaji Kardile: Shivaji Kardile: ‘ठाकरे सरकारमधील ‘हा’ मंत्री दोन नंबरवाल्यांचे डबे खातो’ – shivaji kardile made severe allegations in opposition to hasan mushrif

नगर: ‘नगर जिल्ह्याचे पालकमंत्री हे नगर जिल्ह्यामध्ये महिन्यातून एक किंवा दोन वेळा येतात, व दोन नंबरचे धंदे करणाऱ्यांचे डबे खाण्याचे काम करतात,’ असा...

College Reopen | नववी ते बारावीपर्यंतचे वर्ग सुरु, विद्यार्थ्यांचा समिश्र प्रतिसाद

School Reopen | नववी ते बारावीपर्यंतचे वर्ग सुरु, विद्यार्थ्यांचा समिश्र प्रतिसाद Source link

ముస్లింలకు తప్పని వేధింపులు.. సలాం తర్వాత షేక్ హనీఫ్.. వైసీపీ నేతల దాడి చేయడంతో.. | ycp leaders are attecked shaik hanif, he attemp to suicide

వైసీపీ దురాగతాలకు రోజుకో ముస్లిం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉండటం దారుణం. నంద్యాలలో సలాం కుటుంబ ఆత్మహత్య ఘటన గురించి ఇంకా...

Indian Railways: TA और ओवर टाइम भत्ते में कटौती की तैयारी!

इससे पहले अगस्त में ये कयास लग रहे थे कि भारतीय रेलवे (Indian Railway) वित्तीय वर्ष 2020-21 के लिए सेलरी और पेंशन दोनों...